જાન્યુઆરી 9, 2026 2:36 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા.

સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ધરતીકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલા સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવેલા ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ રાજકોટના ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે રૅક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 3.8ની માપવામાં આવી છે.
ઉપરાંત સવારે 11 વાગ્યેને 44 મિનિટે આવેલા 2.6ની તીવ્રતાના છેલ્લા ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ ઉપલેટાથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું, જેમ ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે.