જાન્યુઆરી 13, 2026 7:20 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા બહુક્ષેત્રીય ઉત્પાદન અને નિકાસ ઝોન તરીકે વિકસાવાશે – રાજકોટ VGRCમાં જાહેરાત

સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા મલ્ટી સેક્ટર મૅન્યુફેક્ચરિંગ અને ઍક્સપૉર્ટ ઝોન એટલે કે, બહુક્ષેત્રીય ઉત્પાદન અને નિકાસ પ્રભાગ – SaER તરીકે વિકસાવાશે. રાજકોટમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં રજૂ થયેલા ‘‘સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન’’માં આ અંગેની જાહેરાત કરવામાં આવી. દરમિયાન સૌરાષ્ટ્ર આર્થિક ક્ષેત્રના વિકાસ માટે અધાતુ ખનીજ સિરામિક્સ, ખાદ્ય પ્રસંસ્કરણ, ઇજનેરી સામાન અને પ્રવાસન પર ભાર મુકાયો હતો.
આ અંગે ગુજરાત પરિવર્તન માટેની સંસ્થા – GRITનાં મુખ્ય કાર્યકારી અધિકારી – CEO એસ. અપર્ણાએ કહ્યું, સૌરાષ્ટ્રના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ – MSME-એ પેઢીગત વ્યવસાયોમાંથી બહાર નીકળીને મોટાપાયે વિકસતા સાહસમાં રૂપાંતરિત થવું જરૂરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.