ઓગસ્ટ 6, 2025 8:15 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્રના લોકો અને ખેડૂતોને સૌની યોજનાથી નર્મદાનું વધારાનું પાણી અપાશે.

રાજ્ય સરકારે સૌરાષ્ટ્રના લોકો અને ખેડૂતોને સૌની યોજનાથી નર્મદાનું વધારાનું પાણી આપવાનો અને 11 જિલ્લામાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, પ્રવર્તમાન વરસાદની સ્થિતિને પગલે સૌરાષ્ટ્રના લોકોની રજૂઆતને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે. આગામી સમયે જરૂરિયાત મુજબ, ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ્ સુફલામ્ યોજના મારફતે પાણી અપાશે તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું