ઓક્ટોબર 29, 2025 7:14 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ત્યારે આવતીકાલે પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિભારે વરસાદ થઈ શકે છે.
તો, દેવભૂમિદ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પંચમહાલ તથા દાહોદમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ થઈ શકે છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.