રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર – શેર સેર્ટિફિકેટથી કરાયેલી તબદીલી માટે ભરવા પાત્ર ડ્યુટીની 80 ટકા સુધીની રકમ માફ કરાશે. આ મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય અનુસાર એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી માટે ભરવા પાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9(ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે. આ સકારાત્મક અને નાગરિક હિત કેન્દ્રી અભિગમથી આવા તબદીલીના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ જ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.
Site Admin | જૂન 30, 2025 7:36 પી એમ(PM)
સોસાયટી, એસોસિએશન અને NTC ના અલોટમેન્ટ લેટર-શેર સેર્ટિફિકેટ દ્વારા તબદીલી માટેની ડ્યુટીની 80 ટકા રકમ માફ કરાશે.