સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી છે. સરકારી સૂત્રોએ માહિતી આપી છે કે કંપનીએ જણાવ્યુ છે કે તેઓ કાયદા અને નિયમો અનુસાર કાર્ય કરશે.
પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રીના પ્રસાર અંગે ચિંતા વ્યક્ત થયા બાદ આ મુદ્દો પ્રકાશમાં આવ્યો હતો. ચકાસણી બાદ, લગભગ 3 હજાર 500 સામગ્રી બ્લોક કરવામાં આવી હતી અને 600 થી વધુ એકાઉન્ટ્સ કાઢી નાખવામાં આવ્યા હતા.
X એ વધુમાં જણાવ્યુ કે, આગળ જતાં, તે પ્લેટફોર્મ પર અશ્લીલ છબીઓને મંજૂરી આપશે નહીં.
Site Admin | જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તેના કન્ટેન્ટ મોડરેશન ધોરણોમાં ખામીઓ સ્વીકારી