સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે એમ રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું.
શ્રી દેસાઈએ કહ્યું, રૂફટૉપ સૉલારની યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આશરે 6 લાખ 94 હજારથી વધુ રહેણાક મકાન પર કુલ 2 હજાર 744 મેગાવૉટ ક્ષમતા ધરાવતી રૂફટૉપ સૉલાર પેનલને સ્થાપિત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સોલાર પેનલ ઇન્સ્સ્ટૉલેશન માટે આ ગ્રાહકોને 3 હજાર 155 કરોડ રૂપિયાથી વધુની સબસિડી આપવામાં આવી છે. આના કારણે 3 હજાર 260 કરોડ રૂપિયાના વીજ બિલમાં બચત થઈ છે. તેમ જ સૌર ઊર્જાના વેચાણથી 330 કરોડ રૂપિયાની આવક પણ થઈ છે.
શ્રી દેસાઈએ જણાવ્યું, “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 49 હજારથી વધુ અરજી નોંધાઈ હતી. આ પૈકી કુલ 532 મેગાવૉટ ક્ષમતાની 1 લાખ 45 હજારથી વધુ સોલાર રૂફટૉપ પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 7:39 પી એમ(PM)
સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશભરમાં ગુજરાત પહેલા ક્રમે – અત્યાર સુધીમાં 6 લાખ 94 હજારથી વધુ મકાનમાં સોલાર પેનલ લગાવાઈ
