જાન્યુઆરી 8, 2026 7:17 પી એમ(PM)

printer

સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવાઇ

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણીમાં જોડાવવા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન દ્વારા શ્રદ્ધાળુઓ સોમનાથ રેલવે મથકે પહોંચ્યા હતા. ‘હર હર ભોલે’ અને ‘જય સોમનાથ’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.
અમદાવાદના સાબરમતી રેલવે મથક ખાતેથી પણ વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ વિશેષ ટ્રેનમાં કુલ એક હજાર 292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.