પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે 11 જાન્યુઆરી સુધી યોજાનારા “સોમનાથ સ્વાભિમાન પર્વ”નો આરંભ થયો. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં શંખનાદ સાથે આ પર્વનો શુભારંભ થયો. આ સાથે સોમનાથ મંદિર પરિસરમાં 72 કલાકના અખંડ ઓમકાર જાપનો ભવ્ય પ્રારંભ થયો છે.આ પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરથી લઈને શંખચક્ર સુધીના માર્ગને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો છે.‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણીમાં 11 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થશે. જ્યાં પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 9:45 એ એમ (AM)
સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે