જાન્યુઆરી 10, 2026 9:23 એ એમ (AM)

printer

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આજથી પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ઐતિહાસિક ત્રણ દિવસના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી એક હજાર 26માં મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના બરાબર એક હજાર વર્ષ પૂરા થવાના પ્રસંગે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં ભાગ લેશે.પ્રધાનમંત્રી આજે સાંજે ‘ઓમકાર મંત્ર’ જાપમાં ભાગ લેવા અને મંદિરમાં ડ્રોન શો જોવા માટે સોમનાથ પહોંચશે. આવતીકાલે સવારે, તેઓ ‘શૌર્ય યાત્રા’માં જોડાશે, જે મંદિરનું રક્ષણ કરનારાઓનું સન્માન કરતી ઔપચારિક શોભાયાત્રા છે.સોમનાથ સ્વાભિમાન પર્વ’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં સહભાગી થતાં નાગરિકો માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી થશે પાર્કિંગ નિયમન કરાશે. ત્રણ પાર્કિંગ સ્થળોએ બે હજાર જેટલી બસ અને 700થી વધુ કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે.ડિજિટલ આમંત્રણ પત્રિકાની જેમ જ ક્યૂ.આર સ્કેનર મારફતે અન્ય જિલ્લાના નાગરિકો પહેલાથી જ જાણી પાર્કિંગ સ્થળ શકશે. પાર્કિંગ સ્થળોએ પીવાના પાણીની સુવિધા, આરોગ્ય કેમ્પ સહિતની સવલતો ઉપલબ્ધ થશે.