પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગિરનાર તીર્થક્ષેત્ર સહિતના સાધુ-સંતો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે.
સોમનાથના શંખચોકથી મંદિર સુધીની પદયાત્રામાં શિવજીના પ્રિય વાદ્ય ડમરુંના નાદનો મધુર ધ્વનિ ગૂંજતો જોવા મળ્યો છે. પદયાત્રામાં પરંપરાગત વાદ્ય સાથેના એક સમૂહ અને શિવ ભક્તિમય સંગીતથી સોમનાથમાં ભવ્ય અને દિવ્ય માહોલ સર્જાયો છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 2:34 પી એમ(PM)
સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ..