જાન્યુઆરી 11, 2026 9:23 એ એમ (AM)

printer

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સોમનાથ ખાતે શૌર્ય યાત્રામાં ભાગ લેશે – જાહેર સભાને સંબોધશે

ગુજરાતના પ્રભાશ પાટણમાં આવેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાંની ઉજવણી અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંદિરની રક્ષામાં પોતાનું બલિદાન આપનારાઓના સન્માનમાં આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લેશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધશે. શ્રી મોદી સોમનાથ મંદિરમાં પ્રાર્થના કરશે ત્યારબાદ, શ્રી મોદી રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રીએ ગઈકાલે સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રના પાઠમાં ભાગ લીધો હતો અને મંદિર સંકુલમાં આયોજિત ડ્રોન શો નિહાળ્યો હતો. આ ઐતિહાસિક ઉજવણીઓમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લઈ રહ્યા છે. બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવનું મંદિર ઇતિહાસ, અખૂટ વિશ્વાસ અને અજય ભાવનાની એક અનોખી ગાથા છે. સદીઓ સુધી આ પાવન સ્થળ વિદેશી આક્રમણખોરોની નિશાની પર રહ્યું. વિશેષ રૂપે ઈ.સ. 1026 માં જ્યારે મોહમ્મદ ગઝનવીએ તેની સંપત્તિ લૂંટી અને ગર્ભગૃહનો નાશ કર્યો.ભીમદેવ પ્રથમ જેવા સ્થાનિક રાજાઓ દ્વારા કરવામાં આવેલા પુનઃનિર્માણના પ્રયાસો છતાં, 17મી સદીના અંતમાં ઔરંગઝેબના શાસનકાળમાં મંદિરનો ફરીથી નાશ કરવામાં આવ્યો. 18મી સદીમાં ઈન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલકરે પૂજાની પરંપરાને જીવંત રાખવા માટે મુખ્ય મંદિરની નજીક જ એક નવા મંદિરનું નિર્માણ કરાવ્યું.આ મંદિરના આધુનિક ઇતિહાસમાં નિર્ણાયક વળાંક ભારતની આઝાદીની સાથે આવ્યો. 1947 માં સરદાર વલ્લભભાઈ પટેલે પ્રભાસ પાટણના ખંડેરોની મુલાકાત લીધી અને મંદિરને તેના પ્રાચીન ગૌરવ સાથે ફરીથી બનાવવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો. તેમના માર્ગદર્શન હેઠળ એક સાર્વજનિક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, જેના પરિણામ સ્વરૂપ વર્તમાન ચાલુક્ય શૈલીના મંદિરનું નિર્માણ થયું, જેનું ઉદ્ઘાટન 1951 માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. વિકાસની આ સફર આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જારી છે.