સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા વંદે સોમનાથ કલા મહોત્સવનો બીજો તબક્કો સંપન્ન થયો. શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મહોત્સવના બીજા તબક્કામાં શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ તેમજ સમુદ્રદર્શન પથ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા ભરતનાટ્યમ, કથક અને પારંપરિક ગુજરાતી નૃત્યો રજૂ કરાયા હતા. જેનો મોટી સંખ્યામાં દેશભરમાંથી આવનાર ભાવિકોએ અને સ્થાનિકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી દરેક કલાકરનું સન્માન કરવામાં આવ્યું. શ્રાવણ મહોત્સવ 2025 દરમિયાન આગામી 18 ઓગસ્ટ સુધી, દરેક સોમવારે રાષ્ટ્રભરના ઉચ્ચ સ્તરીય કલાકારો પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે.
Site Admin | જુલાઇ 22, 2025 2:53 પી એમ(PM)
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા વંદે સોમનાથ કલા મહોત્સવનો બીજો તબક્કો સંપન્ન થયો.