ગુજરાત એસ ટી નિગમ દ્વારા સોમનાથ દર્શન અને નડાબેટ, વડનગર અને મોઢેરા માટે એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે. આ નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને વાજબી ભાવે ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોની આરામદાયક મુલાકાતનો લાભ મળશે. સોમનાથ દર્શન ટુર પેકેજ અંતર્ગત આગામી 28 એપ્રિલથી રાણીપ, અમદાવાદથી નિયમિત ધોરણે સવારે 6 કલાકે અદ્યતન એ.સી. વોલ્વો બસ ઉપડશે, સાંજે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે.
આ અંગે જી એસ આર ટી સી ના અધિકારી આર.ડી.ગલચરે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ માટે સિંગલ શેરિંગ માટે પ્રતિ વ્યક્તિ 4 હજાર રૂપિયા અને ડબલ શેરિંગ માટે 7 હજાર 50 રૂપિયાનું પેકેજ નક્કી કરાયું છે. નડાબેટ, વડનગર અને મોઢેરા ટુર પેકેજ અંતર્ગત આગામી 26 એપ્રિલથી દર શનિવાર અને રવિવારે એ.સી. વોલ્વો બસ ઉપડશે.
Site Admin | એપ્રિલ 16, 2025 8:06 પી એમ(PM)
સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે GSRTC એસી વોલ્વો બસમાં વિશેષ ટુર પેકેજ શરૂ કરાશે.
