સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજા પુજા કરાવી હતી. જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતા સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટનો સંપર્ક કરતા ટ્રસ્ટે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કર્યું હતું. મનોદિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરીને સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા અને મહાપ્રસાદ સ્વરૂપે તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું.
સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | નવેમ્બર 26, 2024 3:34 પી એમ(PM)
સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનાં 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજા પુજા કરાવી
