જાન્યુઆરી 22, 2026 7:44 પી એમ(PM)

printer

સોમનાથમાં યોજાયેલી રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં ગુજરાતની ટીમ સેમિ-ફાઈનલમાં પહોંચી.

સોમનાથમાં યોજાયેલી ઓગણસિત્તેર-મી શાળા રમતગમત રાષ્ટ્રીય હૅન્ડબૉલ સ્પર્ધામાં રાજ્યની 17 વર્ષથી ઓછી વયની ટીમ ભવ્ય પ્રદર્શન કર્યું. ગુજરાતની ટીમે ક્વાર્ટર ફાઈનલમાં રાજસ્થાનની ટીમને 21—10થી હરાવી સેમિ-ફાઈનલમાં પહોંચી છે. હવે ગુજરાતની ટીમ ઉત્તરપ્રદેશ સામે રમશે.
અગાઉ ગુજરાતની ટીમે ઉત્તરાખંડની ટીમ સામે 36-2થી દિલ્હીની ટીમ સામે 29-11 અને કેરળની ટીમ સામે 28—15થી જીત મેળવી હતી. પ્રિ-ક્વાર્ટર મૅચમાં પણ ગુજરાતની ટીમ વિદ્યા ભારતી ટીમ સામે 25-2થી જીતી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.