ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 22, 2025 8:02 પી એમ(PM)

printer

સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ ; ૨૪ કેરેટનો ભાવ પ્રથમ વખત એક લાખ રૂપિયાએ પહોંચ્યો.

આજે સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રથમ વખત એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો. વિશ્વમાં વધતા રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે, સોનાની માંગ ઘણી વધારે છે. થોડા દિવસો પછી, અક્ષય તૃતીયાનો તહેવાર છે, જેના કારણે સોનાની માંગ વધી છે.
ભારતના બુલિયન અને જ્વેલરી વેપારીઓના સંગઠન IBJA એ જણાવ્યું હતું કે ૨૪ કેરેટ શુદ્ધતાવાળા સોનાનો ભાવ આજે ૯૬ હજાર છસો ૭૦ રૂપિયાથી વધીને એક લાખ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે. ૨૨ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ ૯૭ હજાર છસો રૂપિયા જ્યારે ૨૦ અને ૧૮ કેરેટ સોનું અનુક્રમે ૮૯ હજાર રૂપિયા અને ૮૧ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ