સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે એંગ્મો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ સોનમ વાંગચુકની અટકાયતને પડકારીને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.
જોકે, ન્યાયાધીશ અરવિંદ કુમાર અને એન.વી. અંજારિયાની બેન્ચે વાંગચુકની પત્નીને અટકાયતના કારણો પૂરા પાડવા અંગે કોઈ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આગામી સુનાવણી આ મહિનાની 14મી તારીખે થશે.
ગયા મહિને લદ્દાખમાં ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનો બાદ શ્રી વાંગચુકને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 1:29 પી એમ(PM)
સોનમ વાંગચુકની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પાસેથી જવાબ માંગ્યો