સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગુજરાતનો બંગાળ સામે, સૌરાષ્ટ્રનો ઉત્તરાખંડ સામે અને બરોડાનો પુંડુંચેરી સામે પરાજય થયો છે.ગુજરાત અને બંગાળ વચ્ચેની મેચમાં ગુજરાતના 127 રનના જવાબમાં બંગાળે 18.5 ઓવરમાં 130 રન કરતા તેની જીત થઈ હતી.સૌરાષ્ટ્ર ઉત્તરાખંડ વચ્ચેની મેચમાં સૌરાષ્ટ્રે 183 રન કર્યા હતા, જવાબમાં ઉતરાખંડે નવ બોલ બાકી હતા, ત્યારે લક્ષ્યાંક પૂરો કરતાં તેની જીત થઈ હતી. બરોડા પુંડુંચેરી વચ્ચેની મેચમાં પુંડુંચેરીએ આપેલા 166 રનના લક્ષ્યાંક સામે બરોડાની ટીમ 18.5 ઓવરમાં 149 રનમાં ઓલ આઉટ થતાં તેની હાર થઈ હતી.
Site Admin | નવેમ્બર 29, 2025 9:38 એ એમ (AM)
સૈયદ મુસ્તાક અલી T-20 ટુર્નામેન્ટમાં ગઈકાલે ગુજરાત, સૌરાષ્ટ્ર અને બરોડાનો પરાજય