સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. હૈદરાબાદમાં જિમખાના મૅદાનમાં રમાયેલી મૅચમાં ગુજરાતે ટૉસ જીતીને પહેલા બૉલિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સર્વિસીઝ ટીમે નિર્ધારિત 20 ઑવરમાં નવ વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં. જવાબમાં ગુજરાતે 12 ઑવર ત્રણ બૉલમાં બે વિકેટે 183 રન બનાવી મૅચ જીતી લીધી.
સર્વિસીઝ ટીમમાંથી સૌથી વધુ 60 રન ઑપનર બેટ્સમૅન ગૌરવ કોચરે કર્યા. જ્યારે ગુજરાતની ટીમમાંથી સુકાની ઉર્વિલ પટેલે સૌથી વધુ અણનમ 119 રન કરતાં તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
Site Admin | નવેમ્બર 26, 2025 2:33 પી એમ(PM)
સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ક્રિકેટમાં આજે ગુજરાત અને સર્વિસીઝ વચ્ચેની મૅચમાં ગુજરાતની ટીમનો વિજય થયો.