મે 20, 2025 9:32 એ એમ (AM)

printer

સૈન્યના સાહસ અને શોર્યને બિરદાવવા જામનગરમાં સિંદૂર યાત્રા યોજાઇ

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના નેતૃત્વમાં જામનગર ખાતે સૈન્યના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી. પહલગામમાં થયેલા આંતકવાદી હુમલા અને ત્યારબાદ ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા ઓપરેશન સિંદૂરમાં જડબાતોડ જવાબ અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખઅયામાં નગરજનો જોડાયા હતા. ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનને જે રીતે મહાત કરી અને દેશને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે તે અદ્વિતિય છે.