આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સશસ્ત્ર દળોએ કારગિલ જેવી જ બહાદુરી બતાવી, પાકિસ્તાનના આતંકવાદી માળખાનો નાશ કર્યો અને નિર્ણાયક વિજય મેળવ્યો.
દ્રાસમાં 26મા કારગિલ વિજય દિવસ નિમિત્તે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ, જનરલ દ્વિવેદીએ તાજેતરના ઓપરેશન સિંદૂર પર પ્રકાશ પાડ્યો.
તેમણે કહ્યું કે ભારતીય સેનાએ દુશ્મનના આક્રમણના જવાબમાં આતંકવાદી માળખા પર નિર્ણાયક રીતે હુમલો કર્યો. તેમણે ભાર મૂક્યો કે ભારતે શાંતિની ઓફર કરી હતી પરંતુ કાયરતાપૂર્ણ હુમલા બાદ તેનો ભારતે હિંમતથી જવાબ આપ્યો.
લક્શકરી વડાએ દેશની મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીની પણ પ્રશંસા કરી, તેને ડ્રોન અને મિસાઇલ હુમલાઓ સામે શક્તિશાળી ઢાલ ગણાવી.
તેમણે 1999 માં ઓપરેશન વિજયમાં સૈનિકોની બહાદુરીને યાદ કરી જેમણે પાકિસ્તાની દળો પાસેથી પર્વતીય પ્રદેશની ચોકીઓ પાછી મેળવી લીધી અને શાંતિ માટે બલિદાન આપનારા શહીદોને સલામ કરી. આર્મી ચીફએ કહ્યું કે આખો દેશ ફરજ બજાવતા પોતાના જીવનું બલિદાન આપનારા યોદ્ધાઓના પરિવારોને સલામ કરે છે.
કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને સંજય સેઠે પણ આજે સવારે કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પી..
Site Admin | જુલાઇ 26, 2025 2:02 પી એમ(PM)
સૈનિકાના અદમ્ય સાહસના પ્રતિક સમા કારગિલ વિજય દિવસની દેશભરમાં ઉજવણી પ્રસંગે લશ્કરી વડાએ કહ્યું કે ઓપરેશન સિંદુર સંપૂર્ણ સફળ રહ્યું
