સપ્ટેમ્બર 2, 2025 10:31 એ એમ (AM)

printer

સેમિકોન ઇન્ડિયા 2025 પરિષદનો દિલ્હીમાં આજથી પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે સેમિકોન ઇન્ડિયા – 2025નું ત્રિ-દિવસીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. 48 થી વધુ દેશોના બે હજાર 500 થી વધુ પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લેશે.
આ પરિષદ દેશમાં એક મજબૂત અને ટકાઉ સેમિકન્ડક્ટર માળખાને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિકોન ઇન્ડિયા આ માળખા અંતર્ગત સેમિકન્ડક્ટર ઉદ્યોગની પ્રગતિ, સંશોધન અને વિકાસમાં નવીનતાઓ અને કૃત્રિમ બુદ્ધિમતા, રોકાણની તકો, રાજ્ય-સ્તરીય નીતિ અમલીકરણ વગેરે વિષયો પર વિવિધ સત્ર યોજાશે.
પ્રધાનમંત્રી આવતીકાલે કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. 48 થી વધુ દેશોના બે હજાર 500 થી વધુ પ્રતિનિધિઓ સહિત 20 હજારથી વધુ લોકો આ પરિષદમાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.