ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 15, 2025 2:31 પી એમ(PM)

printer

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો દેશભરમાં આજથી પ્રારંભ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન- CBSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આશરે 42 લાખ વિદ્યાર્થી આ પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડનાં આંકડા પ્રમાણે દેશમાં 7 હજાર 842 અને વિદેશમાં 26 કેન્દ્રો પર પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 10ની પરીક્ષા 10 માર્ચ અને ધોરણ 12ની 4 એપ્રિલ સુધી ચાલશે. બંને પરિક્ષા સવારે 10-30થી બપોરે 1-30 વાગ્યા સુધી યોજાશે.
સીબીએસઇએ પ્રથમ વાર વેબકાસ્ટની વ્યવસ્થા કરી છે.