સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આવકવેરા બિલ, 2025 ની જોગવાઈઓ હેઠળ આવકવેરા નિયમો અને સંબંધિત નમૂના પર વિવિધ હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે. જેને સરળ બનાવવા માટે, CBDT એ OTP-આધારિત માન્યતા પ્રક્રિયા દ્વારા હિસ્સેદારો સૂચનો સબમિટ કરવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર એક લિંક શરૂ કરી છે.
આ પહેલનો ઉદ્દેશ્ય પારદર્શકતા વધારવા, અને બિનજરૂરી નિયમોને સમાપ્ત કરવાનો છે, જેનાથી કરદાતાઓ અને અન્ય હિતધારકો માટે કર પ્રક્રિયાઓ વધુ સુલભ બને. આવકવેરા બિલ, 2025, સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં વિગતવાર વિચારણા માટે પસંદગી સમિતિ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે. બિલની જોગવાઈઓ પરના આ સૂચનો સંકલિત કરવામાં આવશે અને સમીક્ષા માટે પસંદગી સમિતિને મોકલવામાં આવશે.
Site Admin | માર્ચ 18, 2025 8:09 પી એમ(PM)
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આવકવેરા બિલ, 2025 ની જોગવાઈઓ હેઠળ આવકવેરા નિયમો અને સંબંધિત નમૂના પર વિવિધ હિતધારકો પાસેથી સૂચનો માગ્યા છે.
