ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 13, 2024 7:50 પી એમ(PM)

printer

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 17 કંપનીઓને નોટિસ ફટકારી

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ 17 કંપનીઓને નોટિસ ફટકારી છે. ગ્રાહક સુરક્ષા કાયદાના સીધા વેચાણ 2021ના નિયમોનું ઉલ્લંઘન કરતી આ કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જે કંપનીઓને નોટિસ ફટકારાઇ છે તેમાંની 13 એકમોની હાલમાં તપાસ ચાલી રહી છે. ત્રણ કંપનીઓના જવાબની રાહ જોવાઇ રહી છે. ગ્રાહકના અધિકારોને જાળવવાના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ નોટિસ આપતા અગાઉ ઓથોરિટીએ આ ડાયરેક્ટ સેલિંગ કંપનીઓની વેબસાઈટ્સની કાળજીપૂર્વક તપાસ કરી હતી.