ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 17, 2025 1:48 પી એમ(PM)

printer

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું – જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ, 2025ના સમારોહને સંબોધતા જનરલ દ્વિવેદીએ આ મુજબ જણાવ્યું.
સેના પ્રમુખે કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર હતું જે 88 કલાકમાં સમાપ્ત થયું. તેમણે કહ્યું કે, ભારત ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. જનરલ દ્વિવેદીએ કહ્યું કે, જો પાકિસ્તાન ક્યારેય કોઈ દુઃસાહસ કરશે, તો ભારતીય સશસ્ત્ર દળો પાડોશી રાષ્ટ્રને ભારત સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું તે શીખવશે.
સેના પ્રમુખે કહ્યું કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ભારત માટે ચિંતાનો વિષય છે કારણ કે તે હંમેશા પ્રગતિ અને વિકાસની વાત કરે છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવા સામાન્ય પરિસ્થિતિનો સવાલ છે, ભારત હંમેશા કહે છે કે પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી અને વાતચીત અને આતંકવાદ એકસાથે ન હોઈ શકે.
જનરલ દ્વિવેદીએ માહિતી આપી કે ભારતીય સેનાના મુખ્ય આંતરરાષ્ટ્રીય સેમિનાર, ચાણક્ય સંરક્ષણ સંવાદની ત્રીજી આવૃત્તિ, 27થી 28 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. આ વર્ષના સંવાદની થીમ “પર્ફોર્મ ટુ ટ્રાન્સફોર્મ: સશક્ત, સુરક્ષિત ઔર વિકાસ ભારત” છે.