ઓક્ટોબર 3, 2025 7:51 પી એમ(PM)

printer

સેના પ્રમુખ જનરલે ચેતવણી આપી છે કે, જો પાકિસ્તાન કોઈ નવી પ્રતિકૂળ કાર્યવાહી કરશે તો ઇતિહાસમાં ટકી રહેવા અથવા ઇતિહાસ બની જવા તૈયાર રહેવું પડશે.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે કોઈ નવી પ્રતિકૂળ કાર્યવાહીમાં કરશે તો પાકિસ્તાનને ઇતિહાસમાં ટકી રહેવા અથવા ઇતિહાસ બનવા વચ્ચે પસંદગી કરવી પડશે.
જનરલ દ્વિવેદીએ આજે રાજસ્થાનના શ્રીગંગાનગર નજીક 22 એમડીના સરહદી ગામમાં એક લશ્કરી ચોકી પર સૈનિકોને સંબોધન કરતી વખતે
આ નિવેદન આપ્યું હતું. આર્મી ચીફે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં નવ આતંકવાદી જૂથોના ઠેકાણાઓનો નાશ એ ઓપરેશન સિંદૂરની મુખ્ય સફળતા હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાની કાર્યવાહીના મહત્વને ઓળખીને તેને ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું.
આ પ્રસંગે તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ ત્રણ અધિકારીઓ અને અનેક સૈનિકોનું સન્માન કર્યું હતું.