સુશાસન સપ્તાહ દરમિયાન 19મી ડિસેમ્બરે દેશવ્યાપી અભિયાન ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શરૂ કરવામાં આવશે. એક સપ્તાહનો આ કાર્યક્રમ 24મી ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરના તમામ જિલ્લાઓને કાર્યક્રમોમાં આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં 700થી વધુ જિલ્લા કલેકટરો ભાગ લેશે અને અધિકારીઓ તાલુકા અને પંચાયત સમિતિના મુખ્ય મથકોની મુલાકાત લેશે. સરકાર જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે તાલુકા સ્તરે ત્રીજી વાર રાષ્ટ્રીય અભિયાન ચલાવશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 2:50 પી એમ(PM)
સુશાસન સપ્તાહ દરમિયાન 19મી ડિસેમ્બરે દેશવ્યાપી અભિયાન ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શરૂ કરવામાં આવશે
