સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રેઅમેરિકામાં નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. તેમના પરિવારજનોના સૂત્રોના જણાવ્યામુજબ, સ્વર્ગસ્થ ઝાકીર હૂસૈનમધુપ્રમેહ સંબંધિત સમસ્યાથી પીડાતા હતા. આ અગાઉ તેમને સાન ફ્રાન્સિસ્કૉની એકહૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઝાકીર હૂસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો.છ દાયકાની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે પાંચ ગ્રૅમી પુરસ્કારજીત્યા હતા. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાકીર હુસૈનનાં નિધન પર શોક વ્યક્તકર્યો છે.
Site Admin | ડિસેમ્બર 16, 2024 7:40 પી એમ(PM)
સુવિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું ગઈકાલે રાત્રેઅમેરિકામાં નિધન થયું છે
