જાન્યુઆરી 15, 2025 6:19 પી એમ(PM) | ayush mela | limbdi | surendranagar

printer

સુરેન્દ્રનગર: લીંબડીમાં 17 જાન્યુઆરીએ આયુષ મેળો યોજાશે

સુરેન્દ્રનગરનાં લીંબડી ખાતે 17 જાન્યુઆરી શુક્રવારે સવારે સાડા નવ વાગ્યાથી સાંજનાં ચાર વાગ્યા સુધી આયુષ મેળો યોજાશે. આ મેળામાં આર્યુવેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુષ કચેરીનાં સહયોગથી યોજાનાર આ મેળામાં લોકોની દિનચર્યા, ઋતુચર્યા, રસોડા, આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, પંચકર્મ સારવાર વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવશે. સાથે સાથે નિષ્ણાંત આયુષ ચિકિત્સકો દ્વારા તમામ રોગોનું આયુષ પધ્ધતિથી નિદાન તથા સારવાર આપવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.