ડિસેમ્બર 24, 2025 3:07 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે આજે એક વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે અઢી ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે આજે એક વેપારીના ગોડાઉન પર દરોડો પાડીને આશરે અઢી ટન જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. આ જપ્ત થયેલા પ્લાસ્ટિકની અંદાજિત બજાર કિંમત 10 લાખ રૂપિયાથી વધુ થાય છે. ઉલ્લેખનીય છે,સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, જેના અનુસંધાનમાં ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.