સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી “સાયકલોથોન”નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું. સાયકલોથોનને મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણેએ લીલીઝંડી આપી. 12 કિ.મી. અને 24 કિ.મી.ના બે વિભાગમાં યોજાયેલી આ સ્પર્ધા દરમિયાન સ્વદેશીના સંદેશા આપતા બેનરો અને સૂત્રો સાથે સાઇકલ ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા. જ્યારે વિજેતાઓને સાઇકલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 14, 2025 4:00 પી એમ(PM)
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી “સાયકલોથોન”નું આયોજન ઘૂઘરી પાર્ક ખાતે કરવામાં આવ્યું.