સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. પતરાવાળી પાસે મેળાના મેદાન ખાતે આજથી શરૂ થયેલો આ મેળો 14 તારીખ સુધી ચાલશે. તેમાં જિલ્લા ગ્રામવિકાસ સંસ્થા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મહાનગરપાલિકાના શહેરી સામૂદાયિક નિગમ વિભાગના સખી મંડળની બહેનોએ તૈયાર કરેલી હસ્તકળાની વસ્તુઓ, કોડિયા, દોરી ગૂંથણ, પ્રાકૃતિક સાબુ, આયુર્વેદિક તેલ સહિતની વસ્તુઓની 70 જેટલી હાટડી બનાવવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 2:26 પી એમ(PM)
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળાનું આયોજન કરાયું