રાજ્યના વિવિધ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ. જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કલેકટર કચેરી સુધીની આ તિરંગા યાત્રામાં ચોમેર લહેરાતા તિરંગાઓએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.
સાબરકાંઠાના વિજયનગર તાલુકાનાં ચીતરીયા ગામે તિરંગા યાત્રાનું આયોજન કટયું હતું. યાત્રામાં ગામના સરપંચ, મહિલાઓ, શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભારત માતા કી જય ના નારાઓ ગુંજી ઉઠયા હતા.
ભુજમાં પણ દેશભક્તિના માહોલ સાથે તિરંગા યાત્રા યોજાઇ હતી.
Site Admin | ઓગસ્ટ 14, 2025 3:13 પી એમ(PM)
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ