ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 28, 2024 3:54 પી એમ(PM) | જગદિશ મકવાણા

printer

સુરેન્દ્રનગર જીલ્લાનો 28મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદિશ મકવાણાની ઉપસ્થિતિમાં ત્રિમંદિર ખાતે યોજાયો

સુરેન્દ્રનગર જીલ્લાનો 28મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક જગદિશ મકવાણાની ઉપસ્થિતિમાં ત્રિમંદિર ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી મકવાણાએ કહ્યું હતું કે, આજના ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી બનાવવા માટે શિક્ષકો પણ સતત અપડેટ થવું પડશે. નવી શિક્ષણ નીતિ અમલી થતાં શિક્ષકોએ નવી બાબતો, નવી ટેકનિક શીખવી આવશ્યક છે. જેથી બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ આપી તેમનું ભાવિ ઉજ્જવળ બનાવી શકાય.
અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધી દિનેશ પરમાર જણાવે છે કે, આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને જુદા જુદા ક્ષેત્રમાં સિધ્ધિ મેળવનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.