ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 6, 2024 8:25 એ એમ (AM) | સુરેન્દ્રનગર

printer

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટે જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. બાળા આંગણવાડી કેન્દ્ર સાથે લીલાપુર, ચમારાજ, સદાદ અને બજરંગપુરા એમ કુલ પાંચ આંગણવાડી કેન્દ્રોનું ઈન્ડિયન ઓઈલની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ હેઠળ આવશ્યક માળખાકીય સુવિધા સાથે નવીનીકરણ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે 46 લાખ રૂપિયાના ખર્ચે ત્રણ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં નવી બાંધવામાં આવેલી સેપ્ટિક ટાંકી અને સોક પિટ્સ, ભૂગર્ભ અને પાણીના સંગ્રહની સુવિધાઓ, આરઓ પ્લાન્ટ્સ, બાળકોને રક્ષણ માટે બાઉન્ડ્રી દીવાલ, શૌચાલય વગેરે જેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.