માર્ચ 12, 2025 6:15 પી એમ(PM) | આયોજન

printer

સુરેન્દ્રનગર જિલ્લામાં “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા શ્રીઓ.વી.શેઠ અને એમ.ઓ.શેઠ વિદ્યાલય ખેરાળી ખાતે “ગ્રાહક જાગૃતિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓ માટે “જાગો ગ્રાહક જાગો“ વિષય ઉપર વક્તવ્ય, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૨૫ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામ વિતરણકરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ જેટલા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ તેમજ શાળાનાં સ્ટાફ હાજર રહ્યા હતા.