જાન્યુઆરી 2, 2026 8:38 એ એમ (AM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના બે ખેતરોમાંથી 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુનો માદક પદાર્થ ઝડપાયો છે.બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા કસવાળી ગામના સંજયભાઈ તાવીયાની વાડીમાં એરંડા અને કપાસની આડમાં વાવેતર કરાયેલા માદક પદાર્થ મળી આવ્યો હતો. જેમાં માદક પદાર્થના 550 છોડ મળીને 15 કરોડ 18 લાખ 40 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. અન્ય એક દરોડામાં ભાવુભાઈ મીઠાપરા પાસેથી બે કરોડ 35 લાખ 90 હજાર રૂપિયાનો 471 કિલો વજનના માદક પદાર્થના 120 છોડ મળી આવ્યા હતા. આ બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.