સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના સાત કુવા મળી આવ્યા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે આ કૂવાઓમાંથી 38 જેટલા મજૂરોને બચાવી લેવાયા છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી .મકવાણા અને મુળીના મામલતદાર આર.ડી.પટેલની સંયુક્ત ટીમે દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી. ખનીજ ચોરી માટે ઉપયોગમાં લેવાતા ચાર ટ્રેક્ટર, એક કમ્પ્રેસર અને છ ચરખી મળી કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ વ્યક્તિ સામે ખનીજ ચોરી અંગેની કાર્યવાહી કરવામાં આવી છે.
Site Admin | જુલાઇ 30, 2025 2:40 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામમાં સરકારી જમીનમાં કોલસાના ગેરકાયદેસર ખનનના સાત કુવા મળી આવ્યા
