સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામ અને થાનગઢના જામવાળી ગામેથી સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની ટીમે ખનીજ ચોરી અંગે દરોડા પાડ્યા હતા. જેમાં એક હિટાચી મશીન, બે ટ્રેક્ટર, એક ડમ્પર અને 80 મેટ્રિક ટન કોલસો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે થાનગઢ તાલુકાના જામવાળી ગામે ચાર ચરખી, 10 બકેટ તથા વિસ્ફોટક સામગ્રી ઝડપી પાડવામાં આવી હતી. કુલ એક કરોડ 31 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Site Admin | જુલાઇ 13, 2025 3:03 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામ અને થાનગઢના જામવાળી ગામેથી સફેદ માટી અને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું