ડિસેમ્બર 11, 2025 2:31 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવાનોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ત્રણ યુવાનોના મોત થયા છે. આજે વહેલી સવારે પાટડી તાલુકાના એરવાડા ગામના ત્રણ યુવાનો બાઇક પર નોકરી એ જતા હતા ત્યારે નાવિયાણી ગામ પાસે અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં ત્રણેય યુવાનોના ગંભીર ઈજા થવાથી મોત થયા હતા. પોલીસે હાલ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.