માર્ચ 6, 2025 7:15 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગોડાઉનમાં આગ લગતા આશરે 50 હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ગોડાઉનમાં આગ લગતા આશરે 50 હજાર કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થયો હતો. જેમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનાં અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને એફસીઆઈના ગોડાઉનમાં મૂકવામાં આવી હતી.
ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.