ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 7:58 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતો લોકમેળો આ વર્ષે પણ યોજવા નિર્ણય લેવાયો છે

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાતો લોકમેળો આ વર્ષે પણ યોજવા નિર્ણય લેવાયો છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતો અને દેશ વિદેશમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો તારીખ 6 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી જિલ્લા કલેકટરને મોકલી તરણેતરનો મેળો યોજવા અસમર્થતા દર્શાવાઈ હતી. પરંતુ આજે તરણેતર ખાતે સંસદસભ્ય ચંદુ સિહોરા, ધારાસભ્ય શામજી ચૌહાણ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં તરણેતરનો મેળો યોજવાનો સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ