ડિસેમ્બર 18, 2025 3:18 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ ટી મકવાણાએ ફરિયાદના આધારે થાનગઢ તાલુકાના અભેપર ગામે દરોડો પાડીને મોટી ખનીજ ચોરી ઝડપી.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ ટી મકવાણાએ ફરિયાદના આધારે થાનગઢ તાલુકાના અભેપર ગામે દરોડો પાડીને મોટી ખનીજ ચોરી ઝડપી છે. અભેપર ગામમાં કોલસાનો કૂવો શરૂ થયો હોવાની રજૂઆત મળતા જ તંત્રએ દરોડા પાડી બે મોટા ટ્રેક્ટર, એક નાનું ટ્રેક્ટર, કમ્પ્રેસર મશીન, 19 નંગ વિસ્ફોટક સહિત 17 લાખ 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું.