સુરેન્દ્રનગર જમીન ગેરરીતિ મામલે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો-ACB જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો છે. બે દિવસ અગાઉ પ્રવર્તન નિદેશાલય-EDએ જિલ્લા કલેકટર અને નાયબ મામલતદારના નિવાસ સ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારે EDના અધિકારીની ફરિયાદ આધારે ACBમાં ગુનો દાખલ કરાયો હોવાનું ACBના નાયબ પોલીસ મહાનિરીક્ષક મકરંદ ચૌહાણે જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને EDના દરોડા દરમિયાન 67 લાખ રૂપિયાથી વધુની રકમ મળી આવી હતી. બીજી તરફ EDએ ધરપકડ કરેલ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની વધુ તપાસ માટે અદાલતે પહેલી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:40 પી એમ(PM)
સુરેન્દ્રનગર જમીન ગેરરીતિ મામલે ACBએ જિલ્લા કલેક્ટર સહિત 4 અધિકારી સામે ગુનો નોંધ્યો