ઓગસ્ટ 16, 2024 8:05 એ એમ (AM) | સુરેન્દ્રનગર

printer

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર ખાતે સ્વાતંત્ર દિન નિમિત્તે ગઇકાલે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે શહેરમાં આઠ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી શ્રી મુળુભાઈ બેરા, નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે સીટી બસ ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સાથે સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થઈ છે
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા,ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.