ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 18, 2025 10:27 એ એમ (AM)

printer

સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર ગઇકાલે સર્જાયેલા અકસ્માતમાં છ મહિલા સહિત આઠનાં મોત

ગુજરાતના સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 8 સભ્યોના મોત થયા છે.સુરેન્દ્રનગરથી અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે ગઇકાલે બે કાર સામસામે અથડાયા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી. જોતજોતામાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. લખતર તાલુકાના કડુ ગામેથી સુરેન્દ્રનગર તરફ જતા પરિવારને આ આકસ્માત થયો હતો.
અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતકોમાં એક પુરૂષ, એક બાળાઓ અને છ મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકો, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.