સુરેન્દ્રનગરના કોઠારીયા નજીક વઢવાણ અમદાવાદ હાઇવે પર દેદાદરા અને જમર ગામ વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના 7 સભ્યોના મોત થયા છે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે બે કાર અથડાયા બાદ કારમાં ધડાકાભેર આગ લાગી હતી.. જોતજોતામાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. લખતર તાલુકાના કડુ ગામેથી સુરેન્દ્રનગર તરફ જતા પરિવારને આ આકસ્માત થયો હતો.. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:12 પી એમ(PM)
સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પર બે કાર વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના સાતનાં મોત