ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 26, 2024 3:38 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર-અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક સર્જાયેલા અકસ્માતમાં ચાર મહિલાનાં મોત

સુરેન્દ્રનગર-અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા આપા ગીગાના ઓટલા નજીક ગઈ મોડી રાત્રે પિક અપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર મહિલાનાં મૃત્યુ થયા છે. લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના ચાર સગા દેરાણી જેઠાણીનાં મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતમાં ઇજા પામેલાં 15થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર પિતૃ તર્પણ કરવા સોમનાથ જતો હતો તે દરમ્યાન આ અકસ્માત સર્જાયો હતો.